
- This event has passed.
vtet foundation
August 2, 2018 @ 8:00 am - August 26, 2023 @ 5:00 pm

વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ /પબ્લિક પ્રાઈવેટ પાર્ટીશીપેશન પ્રોજેક્ટ (પીપીપી)અન્વયે જનતા પાસેથી દાન,ફંડ,ફાળો સ્વીકારી ટ્રાફિક માનદ સેવકોની ભરતી કરી તેઓપાસેથી નીચે પ્રમાણેની કામગીરી કરી લોકભાગીદારીનું સરકારશ્રીનો હેતુ ને મદદરૂપ થવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે.
૧ ) તમામ પ્રકારે ટ્રાફીકનું સરળ નિયમન થાય તે માટે પ્રયત્નો કરવાના.
૨ ) જાહેર જનતામાં ટ્રાફિક એજ્યુકેશન માટે જાગૃતિ આવે તે માટે પ્રયત્ન કરવાના.
૩ ) પોલીસ ખાતાને ટ્રાફિક નિયમનમા મદદરૂપ થવાના પ્રયત્નો કરવાના.
૪)જાહેર જનતાને દરેક જ્ઞાતિ વચ્ચે ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને વધે તે માટેના તમામ પ્રયત્નો અને કાર્યો કરવાના અને વિશેષમાં જ્યાં મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થળ હોય તેવા સંવેદનશીલ વિસ્તાર જગ્યા કે સ્થળ કે જ્યાં વિધર્મી વ્યક્તિઓ વચ્ચે વાહન અકસ્માતને લઈને કોમી તોફાનો થવાની શક્યતા હોય અથવા આવા બનાવ કોઇ અફવા ફેલાવવાની હોય કે કોઈ પ્રત્યાઘાત પડવાનીસંભાવના રહેલી હોય તે નિવારવા માટેના પ્રયત્નો અને કાર્યો પોલીસની મદદથી કરવાના.૫) કોમી એકતાની જાળવણી માટે વિવિધ કાર્યક્રમોનું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર કે સ્થાનની જગ્યાએઆયોજનકરવાના.૬) કુદરતી આફતો, અતિવૃષ્ટિ,આગ,પૂર તથા ભૂકંપ સમયે સરકારશ્રી સાથે રહી પોલીસ મારફતે દરેક પ્રકારની મદદ કરવાની
૭) લોકોના જાહેર જનતાનાઉસ્થાન અને પ્રગતિ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાનાતથા આવી જ પ્રવૃત્તિ કરી સંસ્થાને મદદરૂપ થવાનું. પોલીસ વિભાગના પરામર્શમાં રહી અને એનજીઓ તથા લોકભાગીદારીથી પીપીપી ધોરણે અગ્રિમતાના ધોરણે જાહેર જનતાને સારામાં સારી સગવડ મળે તે માટેના સનિષ્ઠ પ્રયત્નો કરવાનો આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે.તા:૧0/0૩/૨૦૨૨